Be with Nepal !




સુરેન્દ્રનગર નાં વ્હાલા રહેવાસીઓ,
આપ સૌ જાણતા હશો કે નેપાળ માં આવેલ ભયાનક ભૂકંપ બાદ પરિસ્થિતી ખુબજ દયનીય બની છે અને તેને થાળે પડતા ઘણો સમય લાગશે. ક્યારેક નવરાશ નાં સમય માં કોઈ સર્ચ એન્જિન માં નેપાળ ભૂકંપ વિષે માહિતી મેળવવાનો પ્રયાસ કરશો તો તમને પણ શરીર માં કંપારી છૂટી જશે. નાના બાળકો, વૃદ્ધો, બીમારો, ગર્ભવતી સ્ત્રીઓ... ખરેખર આ કુદરત નાં પ્રલયે ક્ષણ ભર માં જીવન ખુબજ ક્રુરતા થી રહેશી નાખ્યું છે. આપ સૌ ને ખબર હશે કે ભૂકંપ અને ત્યારબાદ નું જીવન કેટલું બિહામણું હોય છે કેમકે આપણે સૌ ૨૦૦૧ માં આવા દુશ્મન માટે પણ નાં ઇચ્છીએ તેવા કુદરત નાં વિકૃત સ્વરૂપ એવા ભૂકંપ અને ત્યારબાદ નાં તેના બિહામણા સ્વરૂપ ને નજીક થી જોયો છે.
નેપાળ માં આવેલા આવા કપરા સમયને શું ફક્ત સમાચાર પત્રો માં વાંચી-જોઇને ચાની ચુસ્કી લેતા લેતા નિસાસો જ નાખવાનો? આજે આપણને સૌને માનવતા નિભાવવાનો મોકો મળ્યો છે, માનવ સેવા એજ સર્વોપરી એ આપણી ધરતી નાં સંસ્કાર છે, નેપાળ નાં આવા કપરા સમયે સુરેન્દ્રનગર નાં જુવાનોએ ભેગા થઇ ને માનવતા માટે કશુંક કરી છૂટવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ. ઘણા લોકો તેમ પણ કહેતા હોય છે કે ઉપરવાળો ની ઇચ્છા તેમાં આપણે શું કરી શકીએ, જો ઉપરવાળો જે નેપાળ માં થયું છે તેવું જ ઇચ્છતો હોય તો કમસે કમ હું માનવતા માટે ઉપરવાળા સાથે પણ લડવા તૈયાર છું. આપ સૌ જો નેપાળ નાં લોકો ને કોઈના કોઈ રીતે મદદ કરવા તૈયાર હોય તો મને તરત જવાબ આપશો જેથી આપણે સૌ ભેગા મળીને અસરગ્રસ્ત લોકો નાં આંસુ લુછવા એક નાનકડો પ્રયાસ કરી શકીએ.

0 comments: