Showing posts with label Surendranagar. Show all posts

Feelings of working women




મિત્રો , આજની આ પોસ્ટ સમજવી થોડી મુશ્કેલ છે એટલે બે વખત વાંચવા માટે વિનંતિ કરુ છું અને જો આ પોસ્ટ સમજાય જાય તો તો બેડો પાર.જરૂર વાંચજો,ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો...
કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો :
આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે.
એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો.
આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે.
એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય. તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે.
એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે.એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં.
હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ,કેમ કે તમને જ નહિ ગમે.કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે. એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે.
બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો તમારા આખા ઘરમાં તમને એક ને જ એ ઓળખતી હોઈ તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો! તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ!
તમારું શુ કહેવુ છે, મિત્રો ?

Customer care service of common man


એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક
સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના થાય અને સાંજે 7 વાગે પરત
આવે. એકવાર ઉનાળામાં બસમાં બેઠા બેઠા જ એમને વિચાર આવ્યો કે મને આ આકરા તાપમાં તરસ લાગે છે તો આ બસના મુસાફરોને પણ તરસ લાગતી જ હશે. એમા પણ નાના બાળકોને તો પાણીની પ્યાસ વધુ હેરાન કરતી હશે. મારે આ મુસાફરો માટે કંઇક કરવુ છે. એમણે એક નાનું સિન્ટેક્ષનું આઇસબોક્ષ ખરીદ્યુ. થોડી પાણીની બોટલ પણ ખરીદી. બસ ઉપડવાની હોય એ પહેલા પાણીની બોટલ ભરીને પેલા આઇસ
બોક્ષમાં ગોઠવી દે અને 10 રૂપિયાનો બરફ વેંચાતો લઇને બોટલની ઉપર બરફ રાખી દે જેથી પાણી ઠંડુ રહે. અમદાવાદથી પાછા આવતી વખતે પણ એ જ રીતે પાણીની બોટલો ભરીને રાખે અને 10 રૂપિયાનો બરફ પણ નાંખે. બસ ઉપડે એટલે બધાની ટીકીટ કાપી લે પછી ફ્રી થઇને બસના બધા મુસાફરોને ઠંડુ પાણી પાવા નીકળે. નાના બાળકોને પાણી પીવામાં તકલીફ ન પડે એટલે સાથે નાની પ્યાલી પણ રાખે અને
બાળકને આ પ્યાલીમાં પાણી ભરીને આપે જેથી એને પાણી પીવામાં સરળતા રહે. સરકારે આ માટે ક્યારેય એને વધારાનો કોઇ પગાર નથી આપ્યો કે એની સેવાને બીરદાવતો એક પત્ર પણ નથી લખ્યો અને છતાય આ માણસ એ જ ઉત્સાહ સાથે છેલ્લા 12 વર્ષથી દર ઉનાળામાં અનેક મુસાફરોના પેટ ઠારવાનું કામ કરે છે. વઢવાણમાં રહેતા હનિફભાઇ બેલીમની આ નિસ્વાર્થ સેવાભાવનાને કોટી કોટી વંદન. મિત્રો , મોટી મોટી કંપનીઓના ‘કસ્ટમર કેર’ નામના વિભાગોમાં ‘કસ્ટમર’ ની ‘કેર’ કરવાના બદલે શોષણ જ થાય છે ત્યારે
હનિફભાઇ જેવી વ્યક્તિઓ ‘કસ્ટમર કેર’ની સાચી વ્યાખ્યા એમના કાર્ય દ્વારા સમજાવી જાય છે.

An amazing places of Surendranagar District





સુરેન્દ્રનગર જીલ્‍લાના જોવાલાયક સ્‍થળો.....

વઢવાણ

 સુરેન્‍દ્રનગરથી ત્રણેક કિ.મી. ના અંતરે ૪૫૦ વર્ષ પુરાણું વડવાળા મંદિર આવેલું છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી રબારીઓ દર્શનાર્થે આવે છે. વઢવાણથી ચૌદ કિ.મી. ના અંતરે દેદાદરા ગંગવો કું ડ આવેલો છે. આ ચાલુક્ય કાળનો હોવાની માન્‍યતા છે. એ જ રીતે વઢવાણમાં સંવત ૧૯૬૯ માં બાંધવામાં આવેલા ગંગાવાવ પ્રાચીન વાવ છે. પ્રજા માટે પ્રાણ સમર્પણ કરી દેનાર વાઘેલા સોલંકી રાજા સારંગદેવ (ઇ.સ. અ ૧૨૭૫) ના મંત્રીશ્રી માધવના પુત્ર અને પુત્રવધુના સ્‍વૈચ્‍છિક બલિદાનની દંતકથા ધરાવતી માધાવાવ ઉપરાંત રામપરાની લાખાવાવ પણ જાણીતી છે.

દસાડા

એક જમાનામાં ગાઢ જંગલ દસાડા ગામની જગ્‍યાએ હતું. તેમાં વેજ આયરનો નેસ હતો. તેના નામ પરથી અહીં વેજાસર તળાવ આવેલું છે અને વેજનાથ મહાદેવનું સ્‍થાનક છે. દસાડા થી બારેક કિ.મી. ના અંતરે આવેલ પંચાસર વચ્‍ચેના વિસ્‍તારના જંગલમાં જયશિખરી રાજના કુંવર વિખ્‍યાત વનરાજ ચાવડાનો જન્‍મ થયો હતો. ઝીંઝુવાડાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા વચ્‍છરાજબેટ, ઝીંઝુવાડાનો દરવાજો, રાજરાજેશ્વરી માતાનું મંદિર સવા ભગતનું પીપળીધામ, ઘુડખર અભયારણ્‍ય આ વિસ્‍તારમાં જાણીતા છે.

લખતર

 લખતર તાલુકામાં તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું મંદિર વિઠ્ઠલગઢ ખોડીયાર મંદિર, વણાનું વટેશ્વર મહાદેવ, ગેથળા હનુમાનની જગજાણીતા સ્‍થાનકો છે.

લીંબડી

 લીંબડીથી લગભગ ૧૧ કિ.મી. આવેલ ભૃગુપુર ખાતે ભૃગુ ઋષિનું નિવાસ હોવાની વાયકા છે. અહીં આવેલ ગંગેશ્વર મહાદેવ પાસેની ગંગવો કુંડ, જસમા ઓડણનું મંદિર, રંગપુર ગામ પઢાર જાતિના લોકોએ બંધાવેલું. ઉત્‍ખનનમાં હડપ્‍પન, તથા ત્‍યારબાદની સંસ્‍કૃતિના અવશેષો મળ્યા હતા. ૧૧૦૦ વર્ષ પુરાણા શિયાણી ગામે પ્રાચીન જૈનતીર્થ આવેલું છે. લીંબડી શહેરમાં ગાંધી સ્‍મૃતિ મંદિર, કુલનાથ મહાદેવ, સૌરાષ્‍ટ્ર નિમ્‍બાર્ક પીઠ, રામકૃષ્‍ણ મિશન, કબીર આશ્રમ, જાખણનું ત્રિમૂર્તિ મંદિર, ચોકડી ચરમાળીયા મંદિર, નળ સરોવર અભયારણ્‍ય પ્રખ્‍યાત છે.

હળવદ

હળવદથી ૨૧ કિ.મી. દુર બ્રાહ્મણી નદીના કાંઠે વસેલાં રણકાંઠાના ટીકર (રણ) ગામમાં ઇ.સ. ૧૮૩૭ માં બંધાયેલા જૈન મંદિર, હળવદની દક્ષિણે ૧૬ કિ.મી. દૂર આવેલ કન્‍ડોલીયા બ્રાહ્મણોના કુળદેવી સમુદ્રી માતા (સુંદરી ભવાની) ના સ્‍થાનકમાં આવેલ પાંચ પાંડવો તથા શ્રીકૃષ્‍ણની અતિ પ્રાચીન મૂર્તિઓ ઉપરાંત સતીના પાળીયા, સામતસર તળાવના કાંઠે આવેલો એક દંડીયા લાકડાનો મહેલ, દાઉદી વ્‍હોરા મૌલાકાજીનું ધાર્મિક સ્‍થાન, ભવાની – ભૂતેશ્વર મહાદેવ ૫૦૦ વર્ષ પુરાણું છે. શરણેશ્વર મહાદેવ તથા તેની પાસેની વાવ અતિ પ્રાચિન છે.

સાયલા

ચોટીલાની પૂર્વે ૧૬ કિ.મી. ના અંતરે આવેલ ધાધલપુર ગામ બે વાતે વિખ્‍યાત છે. અણહીલવાડ પાટણના કરણદેવ સોલંકીના વિખ્‍યાત રાણી મીનળદેવી એક વાર ધોળકા જતા અહી રોકાયા હતા. અહીંના એક સિધ્‍ધસંતના દર્શન અને આશિર્વાદથી તેમને પુત્ર જન્‍મ થયેલો. અહીંનો કિલ્‍લો અને અડાળાનું તળાવ, ધુંધળીનાથ સંત, મિનળવાવ, સેજકપરનો નવલખો (શિવમંદિર) પ્રસિધ્‍ધ છે. તો સાયલાની લાલજી મહારાજની જગ્‍યા, રાજસોભાગ આશ્રમ, ડોળીયાનું ભવ્‍ય જીનાલય દર્શનીય છે.

ચોટીલા

રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પર આવેલ ચોટીલા સૌરાષ્‍ટ્રનું મહત્‍વનું યાત્રાધામ છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્‍મસ્‍થાન છે. ચોટીલાથી અઢારેક કિ.મી. ના અંતરે દ્રૌપદીનો સ્‍વયંવર ત્રિનેત્રેશ્વર (તરણેતર) સ્‍થાને થયાની લોકવાયકા છે. જ્યાં જગ વિખ્‍યાત લોકમેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના દિવસે યોજાય છે. આ વિસ્‍તારમાં જુના સુરજદેવળનું પ્રાચીન સૂર્ય મંદિર, ચોટીલાના દક્ષિણે કાંઠાની ટેકરીઓ આણંદપુરનું અનંતેશ્વર મહાદેવ, આણંદપુરનો નવલખો, ગુપ્‍તવાસ દરમ્‍યાન પાંડવોએ નિવાસ કર્યાની વાયકા છે તે ભીમ ગુક્ષ, ચોબારીની ચૌમુખી વાવ, કાટીયા મહાદેવ, કાળાસરના દંતકથા મહાદેવ અને મચ્‍છુમાતા, થાનનું વાસુકી મંદિર, અનસૂયા કુંડ ગેબીનાથનું ભોયરૂં, અવલીયા ઠાકર, બાવન હનુમાન જાગ્‍યા જાણીતા સ્‍થાનો છે. થાનનો સિરામીક ઉદ્યોગ જાણીતો છે.

મૂળી

મૂળી તાલુકામાં આવેલ દુધઇનું વડવાળા – મંદિર ૨૫૦ વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. બ્રહ્માનંદ સ્‍વામીએ બંધાવેલું સ્‍વામિનારાયણ મંદિર નકશીદાર હવેલી તેમજ માંડવરાયજીનું પ્રખ્‍યાત મંદિર મૂળી ખાતે આવેલા છે. સરાનું મેલડી માતાનું સ્‍થાનક અને ઉમરડાનું ૧૪૦ વર્ષ પુરાણું બીલેશ્વર મહાદેવનું મંદિર પણ દર્શનીય છે.

ધાંગધ્રા

ફલકું નદીના કાંઠે વસેલું આ શહેર ઝાલા રાજવીનું ગામ છે. ત્‍યાં રાજવીનો મહેલ સુરજમહેલ, ગેસ્‍ટ હાઉસ તરીકે ઓળખાતું મધુરભુવન, માન મહેલાત, જેગાસર તળાવ, માનસર તળાવ, શીતળા માતાજીનું મંદિર, ધાંગધ્રા કેમિકલ તથા પથ્‍થરમાંથી કલાત્‍મક કૃતિઓ કંડારતા સોમપુરા અહીંની શાન છે. કંકાવટીની માત્રી વાવ રક્ષિત સ્‍મારક છે. તાલુકાના ઘુમક ગામે દ્રૌપદીનાં કુંડ તરીકે ઓળખાતા પ્રાચીન કુંડ અને જુના મંદિરોના અવશેષો આવેલાં છે.

Historical Wadhwancity










































વઢવાણ શહેર કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો,મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે.
ક્વી શ્રી દલપત રામ તેમના દીકરા  કવિ શ્રી નાન્હાલાલ, બચુદાન ગઢવી-જગ વિખ્યાત લોકસાહિત્યકાર ,
સી.યુ.શાહ-અનેક શૈક્ષણીક સંસ્થા નું નિર્માણ કરનાર દાનવીર, બાબુ ભાઇ રાણપુરા-લોક સાહિત્યકાર
જગદીશ ત્રિવેદી-હાસ્ય કલાકાર, સંત શ્રી વજાભગત-કોઠારિયા. જેવા ખ્યાતનામ કલાકર કે જેમને આખી દુનિયા માં ઝાલાવાડ નુ નામ રોશન કર્યુ છે આ ઇ ઝાલાવાડ !!!! આ સોરાષ્ટ્ર નો ગેટ છે કે જ્યાં થી સોરાષ્ટ્ર ની હદ શરૂ થાય છે.ગુજરાત ની વચે આવેલુ આ વઢવાણ ગુજરાત નુ હાર્ટ્ કેહવાય છે.ભારત મા વઢવાણ એક જૈંન સ્થાનક્વાસી માટે નુ મેઇન સેન્ટર છે જે થી આ શહેર ને વાણીક ઓનુ સીટી પણ કહેવામા આવે છે.વઢવાણ ના જોવાલાયક સ્થળો વિન્ટેજ કાર,માધાવાવ અને સાત દરવાજા ,હવા મહેલ ,સતી રાણક દેવી નું મંદિર,સ્વામી નારાયણ મંદિર વગેરે ઘણા ખ્યાતનામ સ્થળો છે

Surendranagar Railway Station



















An unseen beauty of Surendranagr Railway station, You can check the HD images and lightnings in pics.