Be with Nepal !




સુરેન્દ્રનગર નાં વ્હાલા રહેવાસીઓ,
આપ સૌ જાણતા હશો કે નેપાળ માં આવેલ ભયાનક ભૂકંપ બાદ પરિસ્થિતી ખુબજ દયનીય બની છે અને તેને થાળે પડતા ઘણો સમય લાગશે. ક્યારેક નવરાશ નાં સમય માં કોઈ સર્ચ એન્જિન માં નેપાળ ભૂકંપ વિષે માહિતી મેળવવાનો પ્રયાસ કરશો તો તમને પણ શરીર માં કંપારી છૂટી જશે. નાના બાળકો, વૃદ્ધો, બીમારો, ગર્ભવતી સ્ત્રીઓ... ખરેખર આ કુદરત નાં પ્રલયે ક્ષણ ભર માં જીવન ખુબજ ક્રુરતા થી રહેશી નાખ્યું છે. આપ સૌ ને ખબર હશે કે ભૂકંપ અને ત્યારબાદ નું જીવન કેટલું બિહામણું હોય છે કેમકે આપણે સૌ ૨૦૦૧ માં આવા દુશ્મન માટે પણ નાં ઇચ્છીએ તેવા કુદરત નાં વિકૃત સ્વરૂપ એવા ભૂકંપ અને ત્યારબાદ નાં તેના બિહામણા સ્વરૂપ ને નજીક થી જોયો છે.
નેપાળ માં આવેલા આવા કપરા સમયને શું ફક્ત સમાચાર પત્રો માં વાંચી-જોઇને ચાની ચુસ્કી લેતા લેતા નિસાસો જ નાખવાનો? આજે આપણને સૌને માનવતા નિભાવવાનો મોકો મળ્યો છે, માનવ સેવા એજ સર્વોપરી એ આપણી ધરતી નાં સંસ્કાર છે, નેપાળ નાં આવા કપરા સમયે સુરેન્દ્રનગર નાં જુવાનોએ ભેગા થઇ ને માનવતા માટે કશુંક કરી છૂટવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ. ઘણા લોકો તેમ પણ કહેતા હોય છે કે ઉપરવાળો ની ઇચ્છા તેમાં આપણે શું કરી શકીએ, જો ઉપરવાળો જે નેપાળ માં થયું છે તેવું જ ઇચ્છતો હોય તો કમસે કમ હું માનવતા માટે ઉપરવાળા સાથે પણ લડવા તૈયાર છું. આપ સૌ જો નેપાળ નાં લોકો ને કોઈના કોઈ રીતે મદદ કરવા તૈયાર હોય તો મને તરત જવાબ આપશો જેથી આપણે સૌ ભેગા મળીને અસરગ્રસ્ત લોકો નાં આંસુ લુછવા એક નાનકડો પ્રયાસ કરી શકીએ.

Saurashtra - A land of victorious peoples and saints



સૌરાષ્ટ્ર એટલે શૂરા, વીર, વાળા, સંતોની ભૂમિ. અહીં એક એકથી ચડે તેવા શૂરવીર, વીર,સંતો વગેરે થઈ ગયા એટલે સૌરાષ્ટ્રની ભોમકા શૂરા, વાળા, વીર, સંતોની કહેવાય છે.

વાત છે વીસાવદર તાલુકાના મોટા મોણપુરી ગામની. આ ગામના દરબાર માત્રાવાળા હતા. એક વખત તેઓ જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. ત્યારે મોણપુરીની બાજુમાં ખોડિયાર જજાનો પાણીનો ધૂનો આવ્યો. તેઓ ત્યાંથી જતા હતા એટલામાં ધૂનામાં પાણી પીવા આવેલીસિંહણે ભયંકર વેદના સાથે ગર્જના કરી. વાળાએ ત્યાં જોયું તો ધૂનામાં રહેતા મગરે સિંહણનો પગ પકડ્યો હતો. તે સિંહણને પાણીમાં ખેંચી ગયો અને તેને મારીને ખાઈ ગયો.

ગામ વાળા સ્તબ્ધ થઈ ગયા. તે પાછા ફરવા જતા હતા ત્યાં સામેથી સિંહણની ચીસો સાંભળી દોડી આવેલો સિંહ જોયો. સિંહ શું કરે છે. તે જોવા માત્રાવાળા ઝાડ ઉપર ચડી ગયા.

સિંહણને ખાઈ તૃપ્ત થયેલો સુસ્ત મગર બે દિવસ ધૂનામાંથી ન નીકળ્યો.સિંહ ભૂખ્યો-તરસ્યો ત્યાં જ બેસી રહ્યો. માત્રાવાળા પણ સિંહ શું કરશે તેની રાહમાં બે દિવસ ઝાડ પર બેસી રહ્યા. ત્રીજે દિવસે સિંહ પાણી પીવા ધૂના તરફ ગયો. ફરીથી શિકાર મળશે તે લાલચમાં મગર સિંહને ખાવા આવ્યો. સિંહે ચાલાકી વાપરી. તે મગરને લાલચ આપીને પાણીથી દૂર લઈ ગયો. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. સિંહે અંતે મગરને મારી નાખ્યો. સિંહ ખૂબ ધાયલ થઈ ગયો.

સિંહની વીરતા જોઈ માત્રાવાળા સિંહને પોતાના ગઢમાં લાવ્યા ત્યાં સિંહના દવા દારૂ કર્યા. સિંહ સાજો થયો. તે વાળાની સાથે જ રહેવા લાગ્યો

કેટલી ઉમદા દિલેરીના દરબાર વીર માત્રાવાળા તો કેટલી ઉમદા ભાવના વાળો સિંહ ? જે તેની સિંહણના મોતનો બદલો લેવા બે બે દિવસ ભૂખ્યો- તરસ્યો રહ્યો ને મોત સાથે ઝઝૂમ્યો અને જ્યારે માત્રા વાળાનુ અવસાન થયા પછી તેણે કંઈ પણ ખાધુ નહિ અને બે દિવસ પછી તેનુ પણ મૃત્યુ થઈ ગયુ


Kathiyawad, A poem of glories of motherland

જય કાઠીયાવાડ......!!
ગામડાનો ગુણાકાર...!
ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય...,
આંગણિયે આવકારો હોય...
મહેમાનોનો મારો હોય...!
ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય...!
સત્સંગ મંડળી જામી હોય...
બેસો તો !
સવાર સામી હોય..,
જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય...!
વહુને સાસુ ગમતાં હોય...
ભેળાં બેસી.. જમતાં... હોય..,
બોલવામાં સમતા હોય...
ભૂલ થાય તો નમતાં હોય...!
છોકરાં ખોળામાં રમતાં હોય...
આવી માની મમતા હોય..,
‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !
સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,
ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય !
નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વાૃઘ્ધ હોય..,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!
ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય...,
મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય...
પરબે પાણી પાતાં હોય...,
ભકિત રંગમાં રંગાતા હોય...
પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય...
મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય...
રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...
શ્રી કાૃષ્ણનો.. વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...
જાણે મળયા ભગવાન હોય...!
સંસ્કાૃતિની શાન હોય...
ત્યાં સુખીએનાં સંતાન હોય...,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,
નદી કાને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય...
ઘણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...
મોટા સૌનાં મન હોય...,
હરિયાળાં વન હોય...
સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય...
પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ... અથડાતો હોય.., .
મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહીમાં ગાતો હોય,
પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ ...............

Feelings of working women




મિત્રો , આજની આ પોસ્ટ સમજવી થોડી મુશ્કેલ છે એટલે બે વખત વાંચવા માટે વિનંતિ કરુ છું અને જો આ પોસ્ટ સમજાય જાય તો તો બેડો પાર.જરૂર વાંચજો,ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો...
કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો :
આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે.
એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો.
આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે.
એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય. તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે.
એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે.એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં.
હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ,કેમ કે તમને જ નહિ ગમે.કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે. એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે.
બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો તમારા આખા ઘરમાં તમને એક ને જ એ ઓળખતી હોઈ તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો! તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ!
તમારું શુ કહેવુ છે, મિત્રો ?

Customer care service of common man


એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક
સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના થાય અને સાંજે 7 વાગે પરત
આવે. એકવાર ઉનાળામાં બસમાં બેઠા બેઠા જ એમને વિચાર આવ્યો કે મને આ આકરા તાપમાં તરસ લાગે છે તો આ બસના મુસાફરોને પણ તરસ લાગતી જ હશે. એમા પણ નાના બાળકોને તો પાણીની પ્યાસ વધુ હેરાન કરતી હશે. મારે આ મુસાફરો માટે કંઇક કરવુ છે. એમણે એક નાનું સિન્ટેક્ષનું આઇસબોક્ષ ખરીદ્યુ. થોડી પાણીની બોટલ પણ ખરીદી. બસ ઉપડવાની હોય એ પહેલા પાણીની બોટલ ભરીને પેલા આઇસ
બોક્ષમાં ગોઠવી દે અને 10 રૂપિયાનો બરફ વેંચાતો લઇને બોટલની ઉપર બરફ રાખી દે જેથી પાણી ઠંડુ રહે. અમદાવાદથી પાછા આવતી વખતે પણ એ જ રીતે પાણીની બોટલો ભરીને રાખે અને 10 રૂપિયાનો બરફ પણ નાંખે. બસ ઉપડે એટલે બધાની ટીકીટ કાપી લે પછી ફ્રી થઇને બસના બધા મુસાફરોને ઠંડુ પાણી પાવા નીકળે. નાના બાળકોને પાણી પીવામાં તકલીફ ન પડે એટલે સાથે નાની પ્યાલી પણ રાખે અને
બાળકને આ પ્યાલીમાં પાણી ભરીને આપે જેથી એને પાણી પીવામાં સરળતા રહે. સરકારે આ માટે ક્યારેય એને વધારાનો કોઇ પગાર નથી આપ્યો કે એની સેવાને બીરદાવતો એક પત્ર પણ નથી લખ્યો અને છતાય આ માણસ એ જ ઉત્સાહ સાથે છેલ્લા 12 વર્ષથી દર ઉનાળામાં અનેક મુસાફરોના પેટ ઠારવાનું કામ કરે છે. વઢવાણમાં રહેતા હનિફભાઇ બેલીમની આ નિસ્વાર્થ સેવાભાવનાને કોટી કોટી વંદન. મિત્રો , મોટી મોટી કંપનીઓના ‘કસ્ટમર કેર’ નામના વિભાગોમાં ‘કસ્ટમર’ ની ‘કેર’ કરવાના બદલે શોષણ જ થાય છે ત્યારે
હનિફભાઇ જેવી વ્યક્તિઓ ‘કસ્ટમર કેર’ની સાચી વ્યાખ્યા એમના કાર્ય દ્વારા સમજાવી જાય છે.

Fine tune your childish moments



મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ

—————————————-

અડકો દડકો દહીંનો દડકો દહીં દૂજે, દરબાર દૂજે વાડી માંહીનો વેલો દૂજે ઉલ મુલ ધતુરાનું ફુલ ખાઈ જા શેરડી ખજૂર

—————————————-

હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

—————————————-

વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોરા લાવતા છોકરાઓને સમજવતા એક છોકરો રિસાણો કોઠી પાછળ ભિંસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરરર માડી

—————————————-

મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપાળી છે તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે તે દૂધ ખાય, દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે

—————————————-

એક બિલાડી જાડી તેણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તે તરવા ગઈ તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોઢામાં આવી ગયો મગર બિલ્લીને ખાઈ ગયો

મિત્રોમાં શેર કરીને તેમને પણ બાળપણ યાદ અપાવો

Thank You, Authorities for maintaining heritage sites


We would like to thank "The Authorities" for taking actions towards maintaining cleanness of our heritage sites.

You are in my dream - Gujarati Poem


સામે રહો નહીં તો સપનામાં આવશો

નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો !

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો

ને જો નદી થશો તો દરિયામાં આવશો !

ચારે તરફ તમોને જોયા કરું છતાં

ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો !

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર

અફસોસ કે નગરના નકશામાં આવશો !

પહેલી પસંદગી છો તો એ મુજબ રહો

બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો !

Loard Ganesha - Fatsar Temple, Wadhwan City










Ganpati fatsar is a temple of ganpati dada located at wadhwan surendranagar.

An amazing places of Surendranagar District





સુરેન્દ્રનગર જીલ્‍લાના જોવાલાયક સ્‍થળો.....

વઢવાણ

 સુરેન્‍દ્રનગરથી ત્રણેક કિ.મી. ના અંતરે ૪૫૦ વર્ષ પુરાણું વડવાળા મંદિર આવેલું છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી રબારીઓ દર્શનાર્થે આવે છે. વઢવાણથી ચૌદ કિ.મી. ના અંતરે દેદાદરા ગંગવો કું ડ આવેલો છે. આ ચાલુક્ય કાળનો હોવાની માન્‍યતા છે. એ જ રીતે વઢવાણમાં સંવત ૧૯૬૯ માં બાંધવામાં આવેલા ગંગાવાવ પ્રાચીન વાવ છે. પ્રજા માટે પ્રાણ સમર્પણ કરી દેનાર વાઘેલા સોલંકી રાજા સારંગદેવ (ઇ.સ. અ ૧૨૭૫) ના મંત્રીશ્રી માધવના પુત્ર અને પુત્રવધુના સ્‍વૈચ્‍છિક બલિદાનની દંતકથા ધરાવતી માધાવાવ ઉપરાંત રામપરાની લાખાવાવ પણ જાણીતી છે.

દસાડા

એક જમાનામાં ગાઢ જંગલ દસાડા ગામની જગ્‍યાએ હતું. તેમાં વેજ આયરનો નેસ હતો. તેના નામ પરથી અહીં વેજાસર તળાવ આવેલું છે અને વેજનાથ મહાદેવનું સ્‍થાનક છે. દસાડા થી બારેક કિ.મી. ના અંતરે આવેલ પંચાસર વચ્‍ચેના વિસ્‍તારના જંગલમાં જયશિખરી રાજના કુંવર વિખ્‍યાત વનરાજ ચાવડાનો જન્‍મ થયો હતો. ઝીંઝુવાડાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા વચ્‍છરાજબેટ, ઝીંઝુવાડાનો દરવાજો, રાજરાજેશ્વરી માતાનું મંદિર સવા ભગતનું પીપળીધામ, ઘુડખર અભયારણ્‍ય આ વિસ્‍તારમાં જાણીતા છે.

લખતર

 લખતર તાલુકામાં તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું મંદિર વિઠ્ઠલગઢ ખોડીયાર મંદિર, વણાનું વટેશ્વર મહાદેવ, ગેથળા હનુમાનની જગજાણીતા સ્‍થાનકો છે.

લીંબડી

 લીંબડીથી લગભગ ૧૧ કિ.મી. આવેલ ભૃગુપુર ખાતે ભૃગુ ઋષિનું નિવાસ હોવાની વાયકા છે. અહીં આવેલ ગંગેશ્વર મહાદેવ પાસેની ગંગવો કુંડ, જસમા ઓડણનું મંદિર, રંગપુર ગામ પઢાર જાતિના લોકોએ બંધાવેલું. ઉત્‍ખનનમાં હડપ્‍પન, તથા ત્‍યારબાદની સંસ્‍કૃતિના અવશેષો મળ્યા હતા. ૧૧૦૦ વર્ષ પુરાણા શિયાણી ગામે પ્રાચીન જૈનતીર્થ આવેલું છે. લીંબડી શહેરમાં ગાંધી સ્‍મૃતિ મંદિર, કુલનાથ મહાદેવ, સૌરાષ્‍ટ્ર નિમ્‍બાર્ક પીઠ, રામકૃષ્‍ણ મિશન, કબીર આશ્રમ, જાખણનું ત્રિમૂર્તિ મંદિર, ચોકડી ચરમાળીયા મંદિર, નળ સરોવર અભયારણ્‍ય પ્રખ્‍યાત છે.

હળવદ

હળવદથી ૨૧ કિ.મી. દુર બ્રાહ્મણી નદીના કાંઠે વસેલાં રણકાંઠાના ટીકર (રણ) ગામમાં ઇ.સ. ૧૮૩૭ માં બંધાયેલા જૈન મંદિર, હળવદની દક્ષિણે ૧૬ કિ.મી. દૂર આવેલ કન્‍ડોલીયા બ્રાહ્મણોના કુળદેવી સમુદ્રી માતા (સુંદરી ભવાની) ના સ્‍થાનકમાં આવેલ પાંચ પાંડવો તથા શ્રીકૃષ્‍ણની અતિ પ્રાચીન મૂર્તિઓ ઉપરાંત સતીના પાળીયા, સામતસર તળાવના કાંઠે આવેલો એક દંડીયા લાકડાનો મહેલ, દાઉદી વ્‍હોરા મૌલાકાજીનું ધાર્મિક સ્‍થાન, ભવાની – ભૂતેશ્વર મહાદેવ ૫૦૦ વર્ષ પુરાણું છે. શરણેશ્વર મહાદેવ તથા તેની પાસેની વાવ અતિ પ્રાચિન છે.

સાયલા

ચોટીલાની પૂર્વે ૧૬ કિ.મી. ના અંતરે આવેલ ધાધલપુર ગામ બે વાતે વિખ્‍યાત છે. અણહીલવાડ પાટણના કરણદેવ સોલંકીના વિખ્‍યાત રાણી મીનળદેવી એક વાર ધોળકા જતા અહી રોકાયા હતા. અહીંના એક સિધ્‍ધસંતના દર્શન અને આશિર્વાદથી તેમને પુત્ર જન્‍મ થયેલો. અહીંનો કિલ્‍લો અને અડાળાનું તળાવ, ધુંધળીનાથ સંત, મિનળવાવ, સેજકપરનો નવલખો (શિવમંદિર) પ્રસિધ્‍ધ છે. તો સાયલાની લાલજી મહારાજની જગ્‍યા, રાજસોભાગ આશ્રમ, ડોળીયાનું ભવ્‍ય જીનાલય દર્શનીય છે.

ચોટીલા

રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પર આવેલ ચોટીલા સૌરાષ્‍ટ્રનું મહત્‍વનું યાત્રાધામ છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્‍મસ્‍થાન છે. ચોટીલાથી અઢારેક કિ.મી. ના અંતરે દ્રૌપદીનો સ્‍વયંવર ત્રિનેત્રેશ્વર (તરણેતર) સ્‍થાને થયાની લોકવાયકા છે. જ્યાં જગ વિખ્‍યાત લોકમેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના દિવસે યોજાય છે. આ વિસ્‍તારમાં જુના સુરજદેવળનું પ્રાચીન સૂર્ય મંદિર, ચોટીલાના દક્ષિણે કાંઠાની ટેકરીઓ આણંદપુરનું અનંતેશ્વર મહાદેવ, આણંદપુરનો નવલખો, ગુપ્‍તવાસ દરમ્‍યાન પાંડવોએ નિવાસ કર્યાની વાયકા છે તે ભીમ ગુક્ષ, ચોબારીની ચૌમુખી વાવ, કાટીયા મહાદેવ, કાળાસરના દંતકથા મહાદેવ અને મચ્‍છુમાતા, થાનનું વાસુકી મંદિર, અનસૂયા કુંડ ગેબીનાથનું ભોયરૂં, અવલીયા ઠાકર, બાવન હનુમાન જાગ્‍યા જાણીતા સ્‍થાનો છે. થાનનો સિરામીક ઉદ્યોગ જાણીતો છે.

મૂળી

મૂળી તાલુકામાં આવેલ દુધઇનું વડવાળા – મંદિર ૨૫૦ વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. બ્રહ્માનંદ સ્‍વામીએ બંધાવેલું સ્‍વામિનારાયણ મંદિર નકશીદાર હવેલી તેમજ માંડવરાયજીનું પ્રખ્‍યાત મંદિર મૂળી ખાતે આવેલા છે. સરાનું મેલડી માતાનું સ્‍થાનક અને ઉમરડાનું ૧૪૦ વર્ષ પુરાણું બીલેશ્વર મહાદેવનું મંદિર પણ દર્શનીય છે.

ધાંગધ્રા

ફલકું નદીના કાંઠે વસેલું આ શહેર ઝાલા રાજવીનું ગામ છે. ત્‍યાં રાજવીનો મહેલ સુરજમહેલ, ગેસ્‍ટ હાઉસ તરીકે ઓળખાતું મધુરભુવન, માન મહેલાત, જેગાસર તળાવ, માનસર તળાવ, શીતળા માતાજીનું મંદિર, ધાંગધ્રા કેમિકલ તથા પથ્‍થરમાંથી કલાત્‍મક કૃતિઓ કંડારતા સોમપુરા અહીંની શાન છે. કંકાવટીની માત્રી વાવ રક્ષિત સ્‍મારક છે. તાલુકાના ઘુમક ગામે દ્રૌપદીનાં કુંડ તરીકે ઓળખાતા પ્રાચીન કુંડ અને જુના મંદિરોના અવશેષો આવેલાં છે.